ઉના શહેરમાં ફરી તસ્કરો સક્રિય બની ગયા હોય તેમ અવાર નવાર રહેણાક મકાનો તેમજ દુકાનોને નિશાન બનાવતા હોય થોડા દિવસ
પહેલા શહેરના તુલસીધામ સોસાયટીમાં રહેણાંક મકાનના કંપાઉન્ડમાં રહેલી સાયકલની બે ગઠીયાએ ચોરી કરી લઇ જતાં હોવાના
સીસી ટીવી કેમેરામાં કેદ થયેલ છે. ત્યાં વધુ એક આવીજ એક ઘટના ગત મોડી રાત્રિના સમયે શહેરની ગની બજાર વિસ્તારમાં એક
કરિયાણાની દૂકાનનું શટર તસ્કરોએ તોડી અંદર પ્રવેશ કરી રોકડ રકમની ચોરી કરી નાશી પોલીસે તપાસ હાથ ધરેલ છે.
જાણવા મળતી વિગત મુજબ ઊના શહેરની ગની બજાર વિસ્તારમાં ઘનશ્યામભાઇ ભીમજીભાઈ ડાગોંદરાની જય શ્રી બુટેશ્વરી
કરિયાણા સ્ટોલ દુકાન ધરાવે છે. આ દુકાનમાં ગત મોડી રાત્રિના તસ્કરો એ કરિયાણાની દુકાનને નિશાન બનાવી દુકાનના સટરને
હથિયારો વડે ઉંચકાવી અંદર પ્રવેશ કરી દુકાનમાં રહેલ ટેબલ ખાનાના ગલ્લા માંથી રૂ.૪ થી ૫ હજારની રોકડ રકમની ચોરી કરી નાશી
છુટ્યા હોય સવારે ધનશ્યામભાઇ દુકાને આવતા બજારના ભાગેથી સટર ખુલ્લુ હતું અંદર ટેબલ પર ખાનામાં તપાસ કરતા રોકડ રકમ
જોવા નહી મળતા તસ્કરો ચોરી કરી ગયેલ હોય તાત્કાલીક પોલીસને જાણ કરતા સ્થળ પર દોડી ગયેલ અને આ અંગે પોલીસે ફરીયાદ
નોધવા તજવિજ હાથ ધરેલ છે. પોલીસે તસ્કરોને પકડી પાડવા ચક્રગતીમાન કરેલ છે.


