રાજકોટ
ગિરગઢડાના ટેભા ગામે રહેતાં બહેનની ઘરે આંટો મારવા ગયેલા ઉનાના એલમપુર ગામે રહેતાં ભાણજીભાઈ જાદવભાઈ મકવાણા (ઉં.વ.૩૫) અને તેનો પુત્ર રોહિત (ઉં.વ.૭) ઘરે પરત ફરતાં હતા. ત્યારે ટેભા અને ધમાચાની વચ્ચે બાઇક સ્લીપ થતાં બન્ને પિતા-પુત્ર રોડ પર પટકાયા હતાં. બન્નેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ઉના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં બન્નેની તબિયત લથડતાં રોહિતને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં તેનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બાદમાં તેના પિતા ભાણજીભાઈની પણ તબિયત લથડતાં તેમને પણ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેનું પણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં ગિરગઢડા પોલીસને જાણ કરતાં પોલીસે રાજકોટ આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.
