Gujarat

ઉનાના એલમપુર ગામની સીમ વાડીમાં કામ કરતા શ્રમિકો પર ઝેરી મધમાખી ત્રાટકી હુમલો કરતા 10 થી વધુને ઈજા..

બાળકી સહિત તમામ મહિલાઓને સારવાર અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. સરકારી હોસ્પીટલમાં એક બેડમાં બે-બે
દર્દીઓ સુવડાવ્યા
ઉનાના એલમપુર ગામની સીમ વાડી વિસ્તારમાં ઝેરી મધમાખી અચાનક વાડીમા કામ કરતા શ્રમિકો પર ત્રાટકતા 10 થી વધુ
મહિલાઓને ડંખ મારતાં ઈજા પહોંચી હતી. અને મહીલાઓ બેભાન હાલતમાં થતાં તાત્કાલિક ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સને જાણ
કરતા ઘટના સ્થળેથી તમામ ઈજાગ્રસ્ત મહિલાઓને ઉના સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે.
એલમપુર ગામની માંગડાધાર સીમ વાડી વિસ્તારમાં અરજણભાઈ ગોવિંદભાઈ સોલંકીની માલિકીની વાડીમાં એરંડા તથા ઘઉંના
પાકનું વાવેતર કરવામાં આવેલ હોય જેમાં ઘઉંના પાક વાઢવા માટે શ્રમિકો બાલુભાઈ સોલંકી, શાંતુબેન સિલોત, રાધાબેન બાંભણીયા,
નાનુભાઈ સોલંકી, વર્ષાબેન મકવાણા, મેનાબેન બાંભણીયા, રામભાઈ સોલંકી, અરજણભાઈ સોલંકી રહે. એલમપુર, આશાબેન
ચુડાસમા, રતનબેન ચુડાસમા, તેમજ ધીરુભાઈ ચુડાસમા રહે. કોટડી તા. રાજુલા સહીત અગિયાર વ્યક્તિઓ વાડીમાં કામ કરી રહ્યા
હતા. ત્યારે નજીક રાવણાના ઝાડમાં બેઠેલ ઝેરી મધમાખી પાસે બાજ પક્ષી આવતા અચાનક ઝેરી મધમાખી ઉડી અને તમામ શ્રમિકો
ઉપર ત્રાટકી ડંખ મારતા ઇજા પહોચાડી હતી. જેમાં ચાર જેટલી મહીલાઓ બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. અને આ ઘટનાની
જાણ આજુબાજુની વાડી વિસ્તારના લોકોને થતાં એકત્ર થઈ ગયેલ હતાં.
જોકે વાડીમાં ઝેરી મધમાખીએ શ્રમિકોને ડંખ મારતાં મધમાખીથી બચવા વાડીમાં નજીક આવેલ પાણીનાં કુંડામાં ધુબાકા મારવા
લાગેલ અને આ અંગેની જાણ વાડી માલિક તેમજ ગામના સરપંચ પ્રતિનિધિ લાલજીભાઈ બાંભણીયા સહીત આગેવાનોએ વડીલોને
થતા ઘટના સ્થળે દોડી ગયેલ હતા. અને ઈમરજન્સી 108 ને જાણ કરતા બે એમ્બ્યુલન્સ ગામમાં આવી પહોંચેલ અને તમામ
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જેમાં બાળકી સહિત ત્રણ મહિલાઓને ગંભીર ઈજા
પહોંચતા ચક્કર તેમજ વામીટ થતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આમ કુલ 11 વ્યક્તિઓને ઝેરી મધમાખી એ હુમલો કરી
ઈજા પહોંચતા વાડી વિસ્તારમાં ખેડૂતોમાં ભય ફેલાય ગયેલ હતો. અને આ ઝેરી મધમાખીને દુર કરવા ખેડૂતોની માંગણી ઉઠવા પામેલ
છે.

બોક્ષ્ – સરકારી હોસ્પીટલમાં એક બેડમાં બે-બે દર્દીઓ સુવડાવ્યા..
ઉના સરકારી હોસ્પીટલમાં દર્દીઓ વધું હોવાથી બેડ પણ ખુટી પડતાં એક બેડમાં બે બે મહિલા ઓને સારવાર આપવામાં આવી હતી.
અને તમામ ઈજગ્રસ્તોને મુશ્કેલી વેઠવી પડેલ હતી.

-સીમ-વાડીમાં-કામ-કરતા-શ્રમિકો-પર-ઝેરી-મધમાખી-ત્રાટકી-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *