Gujarat

ઉનાના એલમપુર ગામે રહેતા પિતા-પુત્ર બન્નેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું…

ભેભા-ડમાસા રોડ પર બાઇક પર જતાં ત્યારે પથ્થરનાં ખાંભામાં બાઇક ભટકાતાં અકસ્માત બન્નેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં..

ત્રણ દિકરીઓએ એકના એક ભાઈ અને પિતાની છત્રછાયા ગુમાવતા ભારે શોક પ્રસરી ગયો.

 

ઊનાના એલમપુર ગામે રહેતા પિતા પુત્ર બન્ને બાઇક પર જતા હતા. ત્યારે ભેભા-ડમાસા રોડની સાઈડમાં અચાનક પથ્થરના ખાંભા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બન્ને પિતા-પુત્રને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે ઉના હોસ્પીટલે બાદમાં બહાર રીફર કરવામાં આવ્યાં હતાં.

જાણવા મળતી વિગત મુજબ ભાણજીભાઇ જાદવભાઇ મકવાણા તેમજ પુત્ર રોહીત ભાણજીભાઇ જાદવ મકવાણા બન્ને પિતા-પુત્ર બાઇક પર જતાં હતા. ત્યારે અચાનક બાઇકનો સ્ટેરીંગ ગુમાવી દેતા રસ્તાની સાઇડમાં આવેલ પથ્થરના ખાંભામાં ધડાકાભેર ભટકાતા બન્ને પિતા-પુત્રને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા લોહીલોહાણ હાતલમાં રસ્તા પર ઢળી પડ્યા હતા. અને આ અકસ્માત થતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અન્ય વાહનમાં તાત્કાલીક ઉના ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવેલ હતા. ત્યાંથી વધુ સારવાર માટે પિતા અને પુત્રને રાજકોટ અને અમદાવાદ આમ બન્ને અલગ અલગ હોસ્પિટલે રીફર કરવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન બન્ને પિતા પુત્રનું મોત નિપજતાં પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. મૃતક પિતાનો એકનો એક દીકરો હોય જ્યારે ત્રણ દીકરીઓએ એકના એક ભાઈ અને પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં ભારે રુદન સાથે શોક પ્રસરી ગયો હતો….

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *