Gujarat

ઉનાના કંસારી રોડ પર સીમ વાડી માંથી વધું એક દિપડો પાંજરે પુરાયો..

છેલ્લા ત્રણ દિવસમાં તાલુકાના અલગ અલગ જગ્યાએ ત્રણ દીપડાઓ પાંજરે પુરાયા…
ઉના કંસારી રોડ પર આવેલ સીમ વાડી વિસ્તારમાં વધું એક દિપડો પાંજરે પુરાયો હતો. આ સીમ વિસ્તારમાં દિપડા એ રહેણાક
બનાવી લીધું હોય તેમ અવાર નવાર શિકારની ગંધ આવતા આ વિસ્તારમાં રાત્રિનાં સમયે આવી ચડતા હોય અને વાડીમાં રહેલા મુંગા
પશુઓને નિશાન બનાવી હુમલો કરી મારણની મજિબાની માણી ચાલ્યાં જતાં હોય છે. ત્યારે છેલ્લા એક માસમાં બે દીપડાઓ પાંજરે
કેદ થયા છે ત્યારે વધું એક દિપડો પાજરે પૂરતા ખેડુતો એ રાહતનો શ્વાસ લીધો હતો પરંતું અવાર નવાર દીપડાના આટફેરાથી ભયનું
વાતાવરણ ફેલાય ગયેલ છે.
ઉના કંસારી રોડ પર ઝીણાભાઈ મમૂદભાઈ કુરેશીની વાડીમાં અવાર નવાર દિપડો આવે છે. જેથી વન વિભાગને જાણ કરતા વાડીમાં
શિકાર સાથે પાંજરું ગોઠવી દેવામાં આવ્યુ હતું. અને મોડી રાત્રિના સમયે દિપડો શિકારની લાલચે પાંજરામાં કેદ થઈ ગયેલ હતો.
આમ છેલ્લા એક માસમાં આજ વાડીમાંથી બે દિપડા પકડાતા આ વિસ્તારના ખેડૂતોમાં ભય ફેલાય ગયેલ છે. વન વિભાગે દીપડાને
પાંજરા સાથે જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવેલ. જોકે છેલ્લા ત્રણ દિવસમાં તાલુકાના અલગ અલગ જગ્યાએથી
ત્રણ દિપડા પાંજરે પુરાયા હોવાનુ વન વિભાગના સૂત્રોમાંથી જાણવા મળેલ.

-રોડ-પર-સીમ-વાડી-માંથી-વધું-એક-દિપડો-પાંજરે-પુરાયો-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *