Gujarat

ઉનાના નવાબંદર મધદરીયા માંથી ૯ દિવસ બાદ માછીમારનો મૃતદેહ મળી આવ્યો… 

નવાબંદરના મધદરીયે ૧૮ નોટીકલ માઇલ દૂર ફીશીંગ દરમ્યાન દરીયાના ઉંડા પાણીમાં ગરકાવ થયા હતા.
ઉનાના નવાબંદરના માછીમારો દશ દિવસ પહેલા બોટ લઇ મધદરીયે દરીયામાં ફિશીંગ કરવા ગયા હતા. અને મધદરીયે ફિશીંગ
દરમ્યાન અકસ્માતે એક ખલાસી પડી જતાં દરીયાનાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં લાપત્તા બનેલાં માછીમારની શોધખોળ કરવામાં
આવી હતી. આજે નવ દિવસ બાદ આ માછીમારનો કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મધદરીયેથી મળી આવતા અન્ય બોટના
માછીમારો દ્રારા નવાબંદર કાંઠે લઇ આવી પીએમ અર્થે ખસેડવામાં આવેલ છે..
નવાબંદર ગામે રહેતો હશન આરીફભાઈ ચાવડા ઉ.વ. ૨૧ નામનો ખલાસી દશ દિવસ પહેલા સાદીક ઈસ્માઈલ ચાવડાની માલીકીની
અજમેરી નામની બોટ  જી.જે૧૪ ૨૪૭ માં ખલાસીઓ ટંડલ સાથે ફીશીંગ કરવા ગયેલ હતા. અને મધદરિયે ૧૮ નોટીકલ માઇલ દૂર
ફીશીગ દરમ્યાન હશન આરીફભાઈ ચાવડાનો બોટમાંથી પગ લપ્સી જતાં ખલાસી દરિયામાં ઉંડા પાણીમાં ગરક થઈ જતાં બોટમાં
રહેલાં અન્ય ખલાસીઓ દ્રારા તાત્કાલીક દરીયાના પાણીમાં યુવાનની શોધખોળ કરવામાં આવેલ હતી. પરંતુ દરીયાના ઉંડા પાણીમાં
ગરકાવ થયેલ માછીમાર મળી આવેલ ન હતો. આ બાબતે નવાબંદર મરીન પોલીસમાં બોટ માલીકે અરજી આપી જાણ કરેલ હતી.
અને છેલ્લા નવ દિવસથી આ માછીમાર યુવાનની શોધખોળ બાદ આજે બપોરના સમયે મધદરીયે નવમાં દિવસે માછીમારનો મૃતદેહ
કોહવાય ગયેલ હાલતમાં મળી આવતા અન્ય બોટમાં રહેલા માછીમારો દ્રારા નવાબંદર દરીયા કાંઠે લઇ આવેલ અને આ મૃતદેહને ઉના
સરકારી હોસ્પીટલે પીએમ અર્થે ખસેડવામાં આવેલ હતો. આ અંગે નવાબંદર મરીન પોલીસ દ્રારા આગળની તજવિજ હાથ ધરેલ છે.
આ મૃતક માછીમારના પરીવારની આર્થિક પરીસ્થિતી નબળી હોય સરકાર દ્રારા સહાય ચુકવવામાં આવે તેવી તેમના પરીવારજનોઓ
માંગ કરી હતી.

-માંથી-૯-દિવસ-બાદ-માછીમારનો-મૃતદેહ-મળી-આવ્યો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *