ઉના વેરાવળ હાઈવે રોડ આવેલ માઢ ગામ પાસે ઓટો રીક્ષા તેમજ કાર વચ્ચે અકસ્માત સર્જાતા રીક્ષા રસ્તાની સાઈડમાં પલ્ટી મારી
જતાં રીક્ષામાં બેઠેલા પેસેન્જરોને ગંભીર ઈજા પહોંચતા હતી. આ અકસ્માત થતા રસ્તા પરથી પસાર થતા લોકોએ ઈમરજન્સી
108ને જાણ કરી હતી. અને તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ઉના ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અંગેની જાણવા મળતી વિગત મુજબ ભીખાભાઇ હસનભાઇ રહે. ડોળાસા, બાબુભાઇ ઉકાભાઇ, તેમજ
જાનુબેન ભાણાભાઇ સહીત તમામ લોકો રિક્ષામાં બેસીને જતાં હતાં. ત્યારે ઉના વેરાવળ હાઈવે રોડ પર આવેલ માઢ ગામ પાસે કાર
અને રીક્ષા બંન્ને વચ્ચે જોરદાર ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા હાઇવે રસ્તાની સાઈડમાં પલ્ટી મારી ગઈ હતી. જેમાં
બેઠેલા પેસેન્જરોને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે બેભાન હાલતમાં ઢળી પડ્યા હોય એ વખતે રસ્તા પરથી પસાર થતા વાહન
ચાલકો એકત્ર થઈ ગયા હતા. અને ઇમરજન્સી 108 ને જાણ કરતા સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ અને તમામ ઇજાગ્રસ્તોને
તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં કારના આગળના ભાગે તેમજ રીક્ષાને ભારે
નુકસાન પણ પહોંચેલ હતું. આ અકસ્માતની જાણ તેમનાં પરિવારજનોને થતાં તાત્કાલિક હોસ્પિટલે દોડી ગયેલ હતા…


