Gujarat

ઉનાના સામતેર ગામે નદીના પુલના સાઇડની રેલીંગ તુટી જતાં અકસ્માતનો ભય… તાત્કાલિક રેલીંગ બનાવવા ગ્રામજનોની માંગ…

ઉનાના સામતેર ગામે રાવલ નદી ઉપર બનાવેલ મુખ્ય હાઈવેનો પુલની સાઇડની રેલીંગ તુટી ગયેલ હોય આ પુલ ઉપરથી ચોવીસ
કલાક પસાર થતા નાના મોટા વાહનોના કારણે ભયંકર અકસ્માત સજાવવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. સામતેર ગામેને અડીને
આવેલા આ પુલ વર્ષો જુનો હોય અને દરેક વાહન ગામ માંથી પસાર થતાં હોય નેશનલ હાઇવે માર્ગ પંચાયત વિભાગ દ્વારા આ
પુલની બન્ને સાઈડનાં ભાગે રેલીંગ તુટી ગયેલ છે. રાત્રી દરમ્યાન અંધારામાં દોડતાં વાહન આકસ્મિક રીતે પુલ ઉપરથી પસાર થાઈ
અને સીધા જ નદીમાં ખાબકી પડે તો માનવ જીંદગી ગુમાવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ બાબતે ગામ પંચાયતનાં સરપંચ,
ઉપસરપંચ સહિતના ગ્રામજનો દ્વારા અવાર નવાર રજુઆત કરવા છતાં પુલની બન્ને સાઈડનું કામ મરામત નહિં થતાં તંત્ર સામે
આક્રોશ ઉઠવા પામેલ છે. આ પુલ ઉપરથી અનેક વખતે તંત્રનાં જવાબદાર અધીકારીઓ અવર જવર કરતા હોવા છતાં નરીઆંખે
દેખાઈ આવતી તુટેલી રેલીંગ નવી બનાવવામાં કેમ આવતી નથી તેવો પ્રશ્ર્નો ઉઠવા પામ્યો છે…

-નદીના-પુલની-રેલીંગ-તુટી-જતાં-અકસ્માતનો-ભય..-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *