ઉનાના સીમાસીમાં ટ્રક ચઢાવી પૂર્વ પોલીસમેનની હત્યા કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડી ચાર્જશીટ તૈયાર કરી શખ્સને કોર્ટમાં રજુ કરતા તેના ચાર દિવસના રીમાન્ડ મંજુર થતા ગીરગઢડા પોલીસે આગળની વધુ પુછપરછ હાથ ધરી કાર્યવાહી હાથ ધરેલ.
સીમાસી ગામે રફીકભાઈ હુસેનભાઇ વાકોટ નામના પૂર્વ પોલીસ કોન્સટેબલ ચાર દિવસ પહેલાં પોતાની ડોળાસા સીમમાં આવેલી વાડીએથી બાઇક પર પરત જતો હોય ત્યારે સામેથી ટ્રકમાં આવતા એજાજ અબ્બાસભાઇ જુણેજાએ ટ્રક બાઇક પર ચઢાવી હત્યા કરી નાંખેલ આ અંગે રફીકભાઈના કાકાના દીકરા નજીરભાઇ આદમભાઈ વાકોટે એજાજ સામે ફરીયાદ નોંધાવી હતી. આ દરમ્યાન પોલીસે તેને ધોકડવા-બેડીયા રોડ પરથી ઝડપી લીધો હતો. અને પકડાયેલા શખ્સે પિતાની હત્યાનો બદલો લેવા ગુનો આચર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ગીરગઢડા પોલીસે એજાજ અબ્બાસભાઇ જુણેજા શખ્સને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ચાર દિવસના રીમાન્ડ મંજુર કર્યા હોવાનું ગીરગઢડા પીએસઆઇ ડાંગરે જણાવેલ અને આગળની તપાસ અંગે કાર્યવાહી હાથ ધરેલ.
