Gujarat

ઉનાના સૈ.રાજપરા બંદરે મધ્યમીક શાળામાં દરિયાનો દાયરો કાનૂની સહાય શિબીર યોજાઇ..

દરિયાનો દાયરો કાનૂની સહાય કેન્દ્ર ઉના તાલુકાના સૈ.રાજપરા બંદર ખાતે મધ્યમીક શાળામાં એક હર દિલ મેં સંવિધાન શિબિરનું
આયોજન કરવા આવેલ હતું. જે શિબિરમાં બંધારણના આમુખ, ધર્મ, જાતિ, લિંગ આધારિત થતાં ભેદભાવો, સંવિધાનનું મહત્વ
તથા આપના દેશ લાગુ થયા બાબતની સમજ તેમજ ડો.બાબા સાહેબ ભીમરાવના જીવનની સમજ તેમજ બંધારણમાં તેઓના
યોગદાન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તેમજ સંવિધાનના અમુક અનુચ્છેદો વિશે વીડિયો દ્રારા પ્રોજેક્ટરથી પ્રચારણ કરેલ.
આ સંવિધાન શિબિરનો મુખ્ય હેતુ હર દિલ મેં સંવિધાન લાવવા હેતુ કરવામાં આવેલ હતો. જેમાં માધ્યમિક શાળા સૈ.
રાજ્પરાબંદરના વિદ્યાર્થીઓ, શિક્ષક સ્ટાફ જોડાયા હતા. તેમજ દરિયાનો દાયરો કાનૂની સહાય કેન્દ્રના જયનીલભાઈ કુહાડ,
માનસિંગ કાતિરા દ્રારા શિબિર સફળ બનાવવામાં આવેલ.

.રાજપરા-બંદરે-મધ્યમીક-શાળામાં-દરિયાનો-દાયરો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *