જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાની તાલુકા શાળા-૩, આંબરડી મેવાસા-૨ પ્રાથમિક શાળા,
બાવીશી કોટડા પ્રાથમિક શાળા, પાટણ વાડી શાળા, બોચવડીનેશ પ્રાથમિક શાળા, નાળિયેળોનેશ પ્રાથમિક શાળા, વડવાળા
પ્રાથમિક શાળા, ઉદેપુર પ્રાથમિક શાળા, લુવારસર પ્રાથમિક શાળા, વિરપુર પ્રાથમિક શાળા, તરસાઈ કન્યાશાળા, સતાપર
કન્યાશાળા, મેઘપર પ્રાથમિક શાળા, સોરજરનેશ પ્રાથમિક શાળા, રોજમાળી પ્રાથમિક શાળા, કોબાવાડી પ્રાથમિક શાળા,
અંધારિયોનેશ પ્રાથમિક શાળા, ગોદડિયોનેશ પ્રાથમિક શાળા, વિરપુર વાડી શાળા, ટાંકાજળનેશ પ્રાથમિક શાળા આ તમામ
ગામોની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે કેન્દ્ર સંચાલકોની નિમણૂક કરવાની
છે.
અરજી કરનાર ઉમેદવાર એસ.એસ.સી. ની લાયકાત ધરાવતા હોવા જોઈએ તેમજ ૨૦ થી ૬૦ વર્ષની વયમર્યાદા ધરાવતા
તંદુરસ્ત અને કોઈપણ ગુનાહિત કૃત્ય ન કરેલ હોય તેવા ઉમેદવારોએ આગામી તા.૩ જૂન સુધીમાં મામલતદાર કચેરીએ
કામકાજના સમય દરમિયાન નિયત નમૂનામાં આધારો સાથે અરજી કરવાની રહેશે. મહિલાઓ તથા સ્થાનિક ઉમેદવારોને અગ્રતા
આપવામાં આવશે. સમય મર્યાદા બહાર આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. અરજી કરવા માટેના ફોર્મ જામજોધપુર
મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન યોજના શાખામાંથી વિના મૂલ્યે મેળવી શકાશે. તેમ જામજોધપુર મામલતદારની યાદીમાં
જણાવવામાં આવ્યું છે.
