Gujarat

ઊના ગાંધી કન્યા હાઇસ્કૂલના સિનીયર કલાર્કની મહમમંડના સંગઠન મંત્રીપદે બિન હરીફ સર્વાનુમતે વરણી

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મહામંડળની સામાન્ય સભા પી.એન.ચાવડા આહીર
સમાજ, કેશોદ જિ. જુનાગઢ ખાતે અજસતસિં સુરમાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં શ્રીગાંધી કન્યા હાઇસ્કૂલ ઉનાના સિનીયર
કલાર્ક અમરેલીયા જીતેષ એલ (ભાવસાર) ની મહમમંડના સંગઠન મંત્રી પદે બિન હરીફ સર્વાનુમતે વરણી કરવામાં આવેલ તેમજ
પ્રમુખપદે કિશોરભાઇ ડાગર (જુનાગઢ), મહામંત્રી પદે મીતેષભાઇ મોદી (ગાંધીનગર), તથા અધ્યક્ષ પદે મુકેશરાજ સોલંકી
(પંચમહાલ)ની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામાં આવેલ. આ તકે બોર્ડ મેમબર મુકેશભાઇ પટેલ તથા ગુજરાતના તમામ
જિલ્લાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી સામાન્ય સભાને સફળ બનાવેલ જીતેષભાઇ અમરેલીયા સહીત નવનિયુકત તમામ હોદેદારોને
પ્રમુખ ભુપતભાઇ બારડ ગીરસોમનાથ જિલલા વહીવટી કર્મચારી સહીતના સંઘના હોદેદારો અભિનંદન પાઠવે હતા..

-હાઇસ્કૂલના-સિનીયર-કલાર્કની-મહમમંડના-સંગઠન-મંત્રીપદે-બિન-હરીફ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *