ઘઉં, જીરૂ, ડુંગળી, ચણા, ઘાણા, બાજરો, તલ, શેરડી, તેમજ ઘાસચારો શિયાળુ, ઉનાળુ પાક માટે ઉપયોગી થશે.
ઊના ગીરગઢડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પીવા માટે તેમજ ખેડૂતોને શીયાળુ ઉનાળુ પાક માટે તાલુકાની જીવાદોરી સમાન ગણાતી મચ્છુન્દ્રી ડેમ માંથી મચ્છુન્દ્રી સિંચાઇ યોજના હેઠળ કેનાલ મારફતે પાણી છોડવામાં આવેલ જેમાં તાલુકાના ૧૧ ગામના લોકોને પીવા તેમજ ખેતી પાકને ફાયદો થશે.
મચ્છુન્દ્રી સિંચાઇ યોજના હેઠળ પીવાનું પાણી તેમજ સિંચાઇમાં ઉપયોગી માટે કેનાલ મારફતે પાણી છોડવામાં આવેલ હતું. જેમાં નાયબ કાર્યપાલક ઇજનેર જે જે પટેલ સહીતના કર્મચારી તેમજ ખેડૂતો હાજર રહી કેનાલને વિધીવત ખુલ્લી મુકવામાં આવેલ હતી. અને આ મચ્છુન્દ્રી સિંચાઇ યોજના હેઠળ ઉના ગીરગઢડા તાલુકાના દ્રોણ, રસુલપરા, ગીરગઢડા, જરગલી, વડવીયા, ખાપટ, ઉમેદપરા, ઉના, એલમપુર, વરસીંગપુર તેમજ જુવડલી ગામોને આ કેનાલ મારફતે પીવા માટે પાણી તેમજ સિંચાઇ માટે ઉપયોગી થશે. અને ખેડૂતોને ઉનાળુ પાક તેમજ શિયાળુ પાક જેવા કે ઘઉં, જીરૂ, ડુંગળી, ચણા, ઘાણા, બાજરો, તલ, શેરડી, તેમજ ઘાસચારો સહીતના પાકોને સમયસર પાણી મળી રહેશે. અને પાકને પણ જીવનદાન મળશે. આમ મચ્છુન્દ્રી યોજના હેઠળ કેનાલ મારફતે પાણી છોડતા આ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળેલ હતો.