Gujarat

ઊના જય ગુરૂદેવ વાડી નજીક અજાણ્યાં વાહન ચાલકે બાઇક હડફેટે લેતા એકનું મોત, બે યુવાનોને ગંભીર ઇજા સારવાર હેઠળ,,,

ઊનાના કાજરડી ગામે રહેતા એક ભાઈની સગાઈ હોય જેથી ખરીદી માટે ત્રણેય ભાઇઓ બાઇક પર ત્રિપલ સવારીમાં આવતા હતા તે
દરમ્યાન અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇકમાં સવાર એક યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. જ્યારે બન્ને
ભાઇઓને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે ઉના ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની ઘટના અંગે
અજાણયા વાહન ચાલક વિરૂધ પોલીસમાં ફરીયાદ નોધાવેલ છે…
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ કાજરડી ગામે રહેતા કરશન ધીરૂભાઇ ચારણીયા ઉ. વ.27, રૂખડ બીજલભાઇ ચારણીયા તેમજ
માનવ બીજલભાઇ ચારણીયા આ ત્રણેય ભાઇઓ બાઇક નં.જીજે ૩૨- ૮- ૧૬૬૦ પર રૂખડની સગાઈ તાં.8ના રોજ હોવાથી ઉના
ખરીદી માટે આવતા હોય ત્યારે ઉના નજીક વેરાવળ રોડ પર આવેલ જય ગુરૂદેવ વાડી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને ધડાકાભેર
ટક્કર મારતા બાઇક ફંગોળાઇ જતા તેમા સવાર ત્રણેય યુવાનોને ગંભીર ઇજા થતા રસ્તા પર લોહીલોહાણ હાલતમાં બેભાન થઈ ઢળી
પડ્યા હતા. અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ ઈજાગ્રસ્તને પોતાના ગામનું નામ પુછતાં કાજરડી હોવાનુ જણાવતાં ગામના
નાનુભાઈ ચારણીયાએ તેમનાં પરિવાજનોને જાણ કરી હતી. અને આ તમામ ઇજાગ્રસ્ત ત્રણેય ભાઇઓને તાત્કાલીક પ્રથમ સરકારી
હોસ્પીટલ બાદમાં ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ હતા. જ્યારે કરશનભાઇની હાલત વધુ ગંભીર હોય જેથી તેમને
રાજકોટ રીફર કરેલ ત્યારે અમરેલી આસપાસ પોહચતા રસ્તા પરજ તેનું મોત નિપજ્યુ હતું. અને પીએમ અર્થે ઉના સરકારી
હોસ્પિટલે ખસેડેલ જ્યારે રૂખડ અને માનવ બન્ને ભાઇઓને હાથ પગમાં ફેક્ટર થતા હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે. આ
અકસ્માતમાં અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી નાશી છુટ્યો હતો. આ અક્સ્માતમાં યુવાનના મોત નિપજતાં પરિવારજનોમાં
શોક પ્રસરી ગયો હતો. અને આ બનાવ અંગે પોલીસમાં અજાણ્યા વાહન ચાલક વિરૂધ ફરીયાદ નોધાવતાં પોલીસે તપાસ હાથ ધરેલ
છે…..

-ગુરૂદેવ-વાડી-નજીક-અજાણ્યાં-વાહન-ચાલકે-બાઇક-હડફેટે-લેતા-એકનું-મોત-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *