ઉનાના દાંડી ગામના સરપંચના પ્રતિનિધિ કાળુભાઈની સઘન પ્રયાસોથી તેમની આગેવાની હેઠળ કાળાપણ, ખાણ, દેલવાડા,
નવાબંદર, રાજપરા બંદર તથા આજુબાજુના ગામડાના લોકો જેના પરિવાર પાકિસ્તાનની જેલમાં છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી કેદ છે.
તેને મુક્ત કરાવવા તેમજ 81 લોકોના જે નામ કપાય ગયા છે તેમની રજૂઆત કરવા માટે મત્સ્ય ઉદ્યોગ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ
પટેલ તથા કમિશનરની રૂબરૂ મુલાકાત તેમજ પરસોતમ રૂપાલાના પીએ, ગાંધીનગર મુકામે સચિવાલય તથા જીવરાજ મહેતા ભવનની
મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત વખતે સામાજિક કાર્યકર્તા રમેશભાઈ વંશ અને ભરતભાઈ કામળિયા, સરપંચ રાજપરા
બંદર સહીત હાજર રહ્યા હતા. તેમજ મંત્રીએ આ મુલાકાત સંદર્ભે ખૂબ સારો પ્રતિભાવ આપેલ હોય અને આ રજૂઆત વખતે સાથે
રહેલ માછીમાર બહેનોએ પણ મંત્રી રાઘવજીભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો…


