Gujarat

ઊના તાલુકાના યુવક યુવતીઓ ગીરનાર સ્પર્ધામાં ૩ થી ૧૦માં ક્રમે ૯ સ્પર્ધકો વિજેતા બન્યા…

પાલડી ગામના બે કોળી સમાજના યુવક-યુવતી ત્રીજા ક્રમે વિજેતા બન્યા.

ઊના – 37 મી ગીરનાર સ્પર્ધા જે દર વર્ષે જાન્યું. ફેબ્રુઆરી મહિનામાં યોજાઈ છે. જેમાં ઊના તાલુકાના યુવક યુવતીઓ ગીરનાર સ્પર્ધામાં ૩ થી ૧૦માં ક્રમે ૯ સ્પર્ધકો ભાઇ-બહેનો વિજેતા બન્યા છે. આ સ્પર્ધામાં ઉના પાલડી ગામ‌ના બે સ્પર્ધકો યુવક, યુવતી આ સ્પર્ધામાં ત્રીજા ક્રમે વિજેતા બન્યા હતા. અને આ સિવાય  તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાઇ-બહેનો જેમાં ત્રીજા થી દશમાં ક્રમે વિજેતા થતા ઉના તાલુકાનું ગૈરવ વધારે છે. પાલડી ગામના સિનીયર ભાઇઓમાં શૈલેષ ભુપતભાઈ ચૌહાણએ ૬૪ મીનીટ ૧૬ સેકન્ડમાં પૂર્ણ કરી ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ તેમજ જુનિયર ગલ્સ અસ્મિતાબેન ધીરૂભાઈ પરમારે ૪૪ મિનીટ ૫૯ સેકન્ડમાં પૂર્ણ કરી બન્ને ત્રિજા નંબરે વિજેતા થયા હતા. આમ ઊના તાલુકાના કુલ ૯ સ્પર્ધકોએ ભાગ લીધેલ જેમાં ત્રણ થી દશમાં ક્રમે વિજેતા થયા હતા. આ તમામ વિજેતાને રોકડ પુરસ્કાર, ટ્રોફી એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અને હવે તા.૫ ફેબ્રુઆરી 2023 ના રોજ ઓલ ઇન્ડિયા ગિરનાર સ્પર્ધા ભાગ લેશે. તાલુકાના તમામ ૯ સ્પર્ધકો ભાઇ બહેનોને યુવા કોળી સંગઠનના પ્રમુખ અને ન.પાલીકા સદસ્યએ ફુલહાર કરી સન્માનીત કરવામાં આવ્યા હતા.

 

-ગામ_ના-બે-સ્પર્ધકો-યુવક-યુવતીએ-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *