Gujarat

ઊના શહેરના વડલા ચોક વિસ્તારમાં તંત્રએ વર્ષો જુની કરોડો રૂ.ની જમીન પર થયેલ પેશકદમી દૂર કરી… રસ્તા સહીત અંદાજે ૩૦૦૦ ચો.મી.જમીન ખુલ્લી કરવામાં આવી..

ઊના શહેરના વડલા ચોક વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ઠેર ઠેર પેશકદમી થયેલ હોય અને પેશકદમી દિનનપ્રતિદીન વધતી જતી હોય
અને આ પેશકદમીના કારણે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય અને ટ્રાફીક માટે પણ આ પેશકદમી અડચણરૂપ
બનેલ હોય ત્યારે વહીવટીતંત્ર દ્રારા આજરોજ આ વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરી રસ્તા સહીત ૩૦૦૦ ચો.મી. જેટલી જગ્યા
ખુલ્લી કરવામાં આવેલ જેની કિંમત જંત્રી મુજબ એક કરોડથી વધુ થતી હોવાનું તંત્ર દ્રારા જણાવામાં આવેલ આ અંગેની પ્રાપ્ત
વિગત મુજબ શહેરના વડલા ચોક વિસ્તારમાં વર્ષો જુની પેશકદમી કરવામાં આવેલ હોય તેમજ ધીમે ધીમે જવા ખાલી જગ્યયા હોય
ત્યાં પેશકદમી થવા લાગેલ તો કોઇક દ્રારા કે બિનમૂડીને પણ ધંધો કરવા લાગેલ આ પેશકદમી હટાવવા માટે ન.પા. દ્રારા સર્વે હાથ ધરી
તમામ ઇસમોને નોટીસ આપવામાં આવેલ હતી. તેમ છતાં પણ ઘણા લોકોએ સ્વેચ્છાએ પેશકદમી હટાવેલ ન હોવાથી આજે
નોટીસની મુદત પૂર્ણ થતી હોય ઉના મામલતદાર ખાંભરા, ન.પા.ના ચિફ ઓફીસર જે.જે ચૈાહાણ, ગોપલાણીભાઇ સહીત ન.પા.નો
સ્ટાફ પેશકદમી હટાવવા પહોચી ગયેલ અને કોઇ અનિચ્છીનીય બનાવ ન બને તે માટે ઉના પીઆ નિલેશ ગોસ્વામી, પી એસ આઇ
જાડેજા, ગરચર સહીત ઉના, નવાબંદર, ગીરગઢડા પોલીસનો ૫૦ થી વધુનો સ્ટાફ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પેશકદમી દૂર
કરવાની કામગીરી હાથ ધરેલ. અને આ પેશકદમીમાં મોટાભાગે કોમર્સીયલ હેતુ માટે દબાણ કરવામાં આવેલ હોય તે તમામ દબાણ દૂર
કરવામાં આવેલ તેમજ એક રહેણાંકીય મકાન પણ પેશકદમીમાં હોય તે દૂર કરવામાં આવેલ પેશકદમી હટાવવા દરમ્યાન નાનો મોટો
વિરોધ પણ થયેલ પરંતુ તંત્ર દ્રારા નિયમોનુસાર કામગીરી થતી હોવાની સ્પષ્ટ વાત કરવામાં આવતા પેશકદમી દૂર કરવામાં આવશે.
તેમાં કોઇનું કાંઇ ચાલશે નહીં કેમ કે નોટીસ આપ્યા બાદ પણ દબાણકારો દ્રારા સ્વેચ્છાએ દબાણ દૂર કરેલ ન હતા. આ બાબતે ઉના
ન.પા.ના ચિફઓફીસર જે.જે. ચૈાહાણનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે રસ્તા સહીત ૩૦૦૦ ચો.મી. જગ્યા ખુલી કરવામાં આવેલ
છે. જેની જંત્રી મુજબ કિંમત રૂ.૧ કરોડ જેટલી થાય છે. આમ વર્ષો જુની પેશકદમી વહીવટી તંત્રએ કલાકોમાં દૂર કરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *