થોડા દિવસ પહેલા દીપડાએ ખેડૂત પર હુમલાનો પ્રયાસ કરેલો.
ઊના કંસારી રોડ પર આવેલ પટ્રોલ પંપની બાજુમાં ખેડૂત જીણાભાઇ મમુદભાઇ કુરેશીની વાડીમાં દશ દિવસ પહેલા દીપડાએ દેખા
દેતા તેની જાણ વનવિભાગને કરી હતી. અને વાડીમાં પાંજરૂ ગોઠવી દેતા દીપડો પાંજરે પુરાય ગયેલ હતો. અને એ દીપડાને જશાધાર
એનિમલકેર સેન્ટર ખાતે ખસેડાયેલ હતો. બાદમાં ફરી દીપડો આજ વાડીમાં આવતા ભેંસ દોઇ રહેલા યુવાન પર હુમલાનો પ્રયાસ
કરેલ હોય જેથી વનવિભાગ દ્રારા વાડીમાં ફરીવાર પાંજરૂ ગોઠવી દેવામાં આવ્યુ હતું. અને આજે વહેલી સવારે ફરી દીપડો શિકારની
શોધમાં આવ્યો હતો અને પાંજરામાં કેદ ગયેલ. જેથી વાડી માલીકે રાહતનો શ્વાસ લીધો હતો. વાડી માલીકનું કહેવુ છેકે આજ દિપડો
થોડા દિવસ પહેલા પકડાયેલ એજ દીપડો હોવાનું જણાવેલ અને અવાર નવાર આ વિસ્તારમાં દીપડો આવતા ખેડૂતો આજુબાજુ
વાડી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો.


