ઊના ગીરગઢડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યપ્રાણી સિંહ દીપડાઓ અવાર નવાર સીમ વાડીમાં જોવા મળતા હોય છે. અને આ
વન્ય પ્રાણીઓ પશુના મારણ કરી વહેલી સવારે ચાલ્યા જતા હોય તે ઘટના સામાન્ય બની ગઇ હોય તેમ ગતરાત્રીના કાંધી ગામની
રાવલ નદીમાં એક દીપડો આંટાફેરા કરતો હોવાનો વીડીયો વાયરલ થયેલ હતો. ઊના. તાલુકાના કાંધી ગામની રાવલ નદીમાં દીપડો
આવી ચઢ્યો હોય ત્યારે એક ટ્રેક્ટર ચાલક ત્યાથી પસાર થતુ હતું. એ વખતે ટ્રેક્ટરના આગળના ભાગે લાઇટના પ્રકાશે રાવલ નદીમાં
દીપડો પોતાની મોજમાં આરામથી ચાલતો જતો હતો. આ સમગ્ર ઘટના મોબાઇલમાં કેદ થઇ ગયેલ જે વીડીયો વાયરલ થયેલ હતો.