ઊનાના કાણકબરડા ગામમાં સમી સાંજના સમયે દીપડો આવી ચડતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો. કાણકબરડા ગામે
અવાર નવાર દીપડા આવી ચડતા હોય અને મંગાપશુને ટાર્ગેટ કરી મારણ કરી બાદમાં મિજબાની માણતા હોય છે. ત્યારે આજે સમી
સાંજના સમયે કાણકબરડા ગામની સીમ વાડીમાં ખેડૂત પોતાના ખેતરથી ઘરે જતાં હતા. ત્યારે અચાનક દીપડો વાડીમાંથી પસાર થતા
ખેડૂતે બેટરીની ટોચ કરતા દીપડો ત્યાથી નાશી છુટ્યો હતો. આથી દીપડાના આંટાફેરાથી ખેડુતોમાં ભયનો માહોલ ફેલાય ગયેલ હતો.
અને ખેડૂતોને ઘરેથી પરત વાડીએ રાત્રીના પાકનું રખુપુ કરવા જવા માટે ભય અનુભવી રહ્યા છે. આમ અવાર નવાર ગામની સીમ
વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી ભયનું વાતાવરણ ફેલાય હતું. અને વનવિભાગ દ્રારા આ વિસ્તારમાં દીપડાને પુરવા પાંજરા ગોઠવવા
ખેડૂતોની માંગણી ઉઠવા પામેલ છે.


