ઊનાના
ખાપટ ગામે આવેલી પેટા પોસ્ટ આફીસમાં ફરજ બજાવતા પોસ્ટ માસ્તર અને ક્લાર્કની મિલીભતના કારણે પોસ્ટ ઓફીસમાં રહેલા
ગ્રાહકોની ફિક્સ ડિપોઝીટના રૂ.૧૨ થી વધુ રકમ ગ્રાહકની જાણ વગર કેવાયસી ફોર્મ ભર્યા વગર મોબાઇલ નંબર તેમજ ડુપ્લીકેટ સહી,
ગ્રાહક અને સાક્ષીઓની કરી રેકોર્ડ સાથે છેડછાડ કરી બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી ઉચાપત કરી ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કર્યા અંગેની
ઉના પોલીસમાં ફરીયાદ નોધાયા બાદ પોસ્ટ ઓફીસના પોસ્ટ માસ્તરની ધડપકડ કર્યા બાદ તેની પુછપરછમાં ગીરગઢડા પોસ્ટ
ઓફીસમાં ફરજ બજાવતા ક્લાર્ક નાનજી વીજા સોલંકી રહે. મોટાડેસરની સંડોવણી બહાર આવતા ગત રાત્રીના ઉના પોલીસે અટક
કરી હતી. અને આજે તેને તપાસનીસ અધિકારીએ ઉના કોર્ટમાં ૬ દિવસની રીમાંડની માંગણી સાથે રજુ કરેલ હતો. અને કોર્ટે તમામ
પુરાવા અને પોલીસના રીપોર્ટને ધ્યાને લઇ આ ગંભીર ગુન્હામાં ચાર દિવસના રીમાંડ મંજુર કર્યા હતા. અત્રે ઉલેખનીય છેકે અગાઉ
ઉચાપત પ્રકરણમાં દિવ્યેશ થોભણ બારડની પણ ધરપકડ કરાયેલ હોય અને જેલ હવાલે હોય આ બનાવમાં હજુ પણ વધુ નામો ખુલે
તેવી સંભાવના પોલીસે વ્યક્ત કરી હતી.
