Gujarat

ઊનાના પાલડી ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનને ગંભીર ઇજા…

ઊનાના પાલડી ગામ નજીક રસ્તા પર પસાર થતી બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક બાઇક ચાલક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા બેભાન હાલતમાં ઇમરજન્સી ૧૦૮ માં ઉના ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવેલ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવેલ છે. આ અંગેની ઇજાગ્રસ્તના ભાઇએ બાઇક ચાલક સામે નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ કોબ ગામે રહેતો રમેશ અરજણ બારૈયા બાઇક નં.જીજે.૧૧ પીપી ૨૫૩૩ તેમજ પાલડી ગામે રહેતો કરણસિંહ વાઘેલા બાઇક નં.જીજે.૧૧ એપી ૩૩૭૧ આ બન્ને બાઇક વચ્ચે પાલડી ગામ નજીક બેઠા પુલ પાસે ઘડાકાભેર સામસામી ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કરણસિંહને નાક, કાન તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજા પહોચતા નીચે બેભાન હાલતમાં ઢળી પડેલ હોય આ અંગે જાણ તેમના પરીવારને કરતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ ઇમરજન્સી ૧૦૮માં ઉના ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયેલ છે. જ્યાં તેમની હાલત ગંભીર હોય આઇસીયુમાં સારવાર ચાલુ હોય આ બનાવ અંગે ઇજાગ્રસ્તના ભાઇ અશ્વિનભાઇ અમરસંગ વાધેલાએ બાઇક ચાલક રમેશ અરજણ બારૈયા સામે નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *