ગીરગઢડા પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરેલ, એલસીબી એ બન્નેને ઝડપી પાડેલ..
ઊના – ઊનાના બે શખ્સો દારૂના ગુન્હામાં સંડોવાયેલ હોય ગીરગઢડા પોલીસ દ્રારા બન્ને શખ્સો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી
હતી. અને વોરન્ટ ઇન્સ્યુ થતાજ જીલ્લા એલ સી બી ટીમ પ્રેટ્રોલીંગ દરમ્યાન બન્ને શખ્સોને ઝડપી પાડી અમદાવાદ, સુરત સેન્ટ્રલ
જેલ હવાલે ધકેલી દેવાયેલ છે.
ગીર સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખી અસામાજીક પ્રવૃતિ આચરતા પ્રોહી બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા
પાસા જેવા અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જેને પગલે નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગારના માર્ગદર્શન હેઠળ
ગીરગઢડા પી એસ આઇ જે.આર.ડાંગર દ્રારા પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફત ગીર સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટ
અને કલેકટર આર.જી.ગોહીલને મોકલતા આવી ગેર કાયદેસર પ્રવૃતિની ગંભીરતાને ધ્યાને રાખી પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ
અને પાસા વોરંટ ઇસ્યુ થતાજ એલ.સી.બી.ના પ્રવિણભાઇ મોરી, પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા, સંદિપસિંહ ઝણકાટ સહીતની
ટીમે વોચ ગોઠવી દિપકભાઇ ઉર્ફે દિપુ ઉકાભાઇ જાદવ રહે. ઉમેજ તેમજ સિધ્ધરાજ ભરતભાઇ ગોહિલ રહે. સામતેર બન્ને શખ્સોને
પકડી પાડી પાસા અટકાયતી ગુન્હા હેઠળ અમદાવાદ તેમજ સુરત સેન્ટ્રલ જેલ ખાતે ધકેલી દેવાયેલ છે.


