ઊનાના ભાચા ગામે રહેતી મહીલા પાસેથી ભડીયાદર ગામના મહીલા સરપંચના પ્રતિનિધીએ ગ્રામ પંચાયતની ચુંટણીમાં પત્નિની
ઉભી રાખવા માટે નાણાકીય જરૂરીયાત હોવાથી મહીલા પાસેથી ઉછીના પૈસા લીધા બાદ પરત નહી આપતા મહીલાએ પોલીસમાં
ત્રણ શખ્સો વિરૂધ લેખિત ફરીયાદ કરી…
ભડીયાદર ગામે રહેતા નિલેશભાઇ હમીરભાઇ ડાંગોદરા, દુલાભાઇ કરણાભાઇ ડાંગોદરા તેમજ દિલાવરભાળ અરજણભાઇ નંદવાણા
આ ત્રણેય વ્યક્તિઓ દોઢ વર્ષ પહેલા ભાચા ગામે રહેતી ભાનુબેન અરવિંદભાઇ કિડેચા મહીલાના ઘરે આવેલા અને નિલેશભાઇ
હમીરભાઇ ડાંગોદરાની સાથે વર્ષોથી સંબંધ ધરાવતા હોય જેથી કહેલ કે ગ્રામ પંચાયતની આવવાની છે મારી પત્નિને ઉભી રાખવી છે
આથી નાંણાકીય તકલીફ હોય તેથી રકમની માંગણી કરેલ અને ચુંટણી પૂર્ણ થયા બાદ પરત આપવા જણાવેલ હતું જેથી મહીલાએ
વિશ્વાસ રાખી રૂ.૮૦ હજાર આપ્યા હતા. અને ચુંટણીમાં તેની પત્નિ સરપંચ પદે ચુંટાઇ આવેલ ત્યાર બાદ આ રકમ પરત માંગતા
તેવોએ આજ કાલ કરી ખોટા વાયદાઓ આપેલ પરંતુ આજ સુધી આ રકમ પરત નહી આપતા તેમની સાથુ છેતરપીંડી, વિશ્વાસઘાત
કરેલ હોય વધુમાં અરજીમાં જણાવેલ કે નિલેશભાઇએ આ રકમ મારે પોલીસ સ્ટેશનમાં વપરાય ગયા છે અને હાલ મારી પાસે પૈસા
નથી જ્યારે પૈસા આવશે ત્યારે આપીશ તેમ કહેલ આમ મહીલાએ સંબંધમાં હાથ ઉછીના કરી મદદ કરવા છતાં પરત આપેલ નહી
અને અન્ય શખ્સો મારફતે હેરાન પરેશાન કરી ભય ઉભો કરી રાજકીયવગ ધરાવતા હોય જેથી મહીલાએ પોલીસમાં લેખિત ફરીયાદ
કરી હતી…
બોક્ષ્ – દવાખાનાના કામ માટે રૂ. ૧૦ હજાર લીધા હતા…સરપંચ પ્રતિનીધી…
આ બાબતે ભડીયાદર ગામના મહીલા સરપંચ પ્રતિનીધી નિલેશભાઇ ડાંગોદરાએ જણાવેલ કે તેમનો ચાર દિવસ પહેલા ફોન હતો
પણ મે તેમની પાસેથી પૈસા લીધા નથી મેતો હિરાના કારખાના વાળા પાસેથી રૂ. ૧૦ હજાર દવાખાનાના કામ માટે લીધા હતા. અને
જેની પાસેથી પૈસા લીધેલા તેવીજ રીતે પરત પૈસા આપીજ દેવાના છે. વ્યવહારીક વસ્તુ છે. મે તેવોને ના નથી પાડી, હાલ
સમયગાળો નબળો ચાલતો હોય તો વ્યવસ્થા ન થાઇ પણ તેના પૈસા પરત આપી દેવાનાજ છે તેવું જણાવેલ હતું..