Gujarat

ઊનાના ભેભા ગામે કાર ચાલકે વૃધ્ધાને હડફેટે લેતા મોત નિપજ્યુ…

ઊનાના ભેભા ગામમાં રહેતા એક વૃધ્ધને બોલરો કાર ચાલકે ચાલીને જતાં વૃધ્ધને કાર ચાલકે રીવર્સ લેતા વૃધ્ધને હડફેટે લેતા ગંભીર
રીતે ઇજા પહોચતા ઘટના સ્થળ પરજ વૃધ્ધ મહીલાનું મોત નિપજ્યુ હતું.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ભેભા ગામે રહેતા કડવીબેન પાંચાભાઇ પરમાર ઉ.વ.૬૫ ને બોલેરો કાર નં.જીજે. ૩૨ ટી ૮૧૮૨
ના ચાલકે બેફીકરાયથી પુરપાટ ઝડપે વૃધ્ધ મહીલા ચાલીને નજીક કુંટુંબીકના ઘરે જતા હતા. એ દરમ્યાન જુની નિશાળ પાસે કાર
ચાલકે પોતાની કાર રીવર્સ લેતી વખતે વૃધ્ધાને હડફેટે લેતા ગંભીર ઇજા પહોચી હતી. આ બનાવમાં વૃધ્ધનું ઘટના સ્થળેજ કમકમાટી
ભર્યુ મોત નિપજ્યુ હતું. આ અકસ્માત થતાં આજુબાજુના લોકો એકઠા થઇ ગયેલ અને ઇમરજન્સી ૧૦૮માં ઉના સરકારી
હોસ્પીટલે પીએમ અર્થે ખસેડવામાં આવેલ આ ઘટના અંગે પોલીસમાં ગીગાભાઇ પાંચાભાઇ પરમારે ગીરગઢડા પોલીસમાં બોલેરો
કાર ચાલક સામે ફરીયાદ નોધાવતા પોલીસે કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *