Gujarat

ઊનાના વાવરડા ગામના સગા ભાઇએ બહેનને બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો…

યુવક અને યુવતી સગા કાકા બાપાના થતા હોય યુવતીના પિતાએ જીલ્લા એસપીને રજુઆત કરી.

ઊનાના વાવરડા ગામના શખ્સે તેમના સગા મોટા બાપાની દિકરીને બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયેલ હોય અને આ ભગાડી
જનાર શખ્સની મદદગારીમાં તેમના પિતા, ભાઇ સહીત ત્રણ શખ્સો સામે યુવતીના પિતાએ જીલ્લા એસ પીને લેખિત રજુઆત કરી
તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરેલ છે.
વાવરડા ગામે રહેતા યુવાનની દિકરી ઉ.વ.૨૨ ને તેમના સગા નાનાભાઇ ભીમ લાખા ગોહીલનો દિકરો દીલીપ ભીમ ગોહીલે તા.૧૪
માર્ચ ૨૦૨૩ના રોજ સવારે ૯ વાગ્યાની આસપાસ સમયે નસાડીને બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયેલ હોય આ બન્ને કાકા
બાપાના ભાઇ-બહેન થાય છે. આ બાબતે વાવરડા ગામના બીટ જમાદાર ભરતભાઇ ગોહીલ અને મનુભાઇ વાળા બન્ને પોલીસ
કર્મીને સમગ્ર ઘટનાની જાણ કરવા છતાં આજ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ બનાવમાં શખ્સના પિતા ભીમ લાખા
ગોહીલે તેમના દિકરાની પણ મદદગારી કરેલ હોય અને આ શખ્સ દીલીપ પોતે પોલીસના ગુન્હાહીત રેકર્ડ ૩૦૭ માં સંડોવાયેલ હોય
આમ સગી બહેનને તેનો ભાઇ ભગાડી લઇ જઇ બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી ગયેલ હોવા અંગેની યુવતીના
પિતાએ ગીર સોમનાથ જીલ્લા એસપીને લેખિત રજુઆત કરી શખ્સ દિલીપ ભીમ ગોહીલ, ભીમ લાખા ગોહીલ, તેમજ હરેશ ભીમ
ગોહીલે આ ત્રણ શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *