તા.૫ થી ચુંટણી કાર્ડમાં સુધારા, વધારા, કરાવવા આવેલા અરજદારોને ધરમના ધક્કા….
ઊના – સરકાર દ્રારા ચુંટણી કાર્ડમાં સુધારા વધારાની કામગીરી તા.૫ થી ૨૦ એપ્રિલ સુધી શરૂ કરવામાં આવી છે. ત્યારે ઉના
ગીરગઢડા તાલુકાની કુલ ૨૮૦ શાળાઓમાં સવારે ૧૦ થી સાંજના ૫ સુધી ચુંટણી કાર્ડમાં સુધારા વધારા તેમજ નામ કમી, ઉમેરવા
સહીતની કામગીરી શાળામાં બી એલ ઓ દ્રારા કરવામાં આવી રહી છે. ત્યારે તાલુકાના સનખડા ગામની પે.સેન્ટર શાળામાં આજે
પ્રથમ દિવસેજ ચુંટણી કાર્ડમાં સુધારા માટે આવેલા અરજદાર લોકોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો હતો.
સનખડાની પે.સેન્ટર શાળાએ ગામના ઘણા લોકો ચુંટણી કાર્ડમાં સુધારા વધારા માટે પહોચ્યા હતા. પરંતુ સનખડા પે. સેન્ટર શાળામાં
બપોર બાદ તાળા જોવા મળતા લોકોમાં ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. બપોર બાદ શાળાએ લોકો ચુંટણી કાર્ડ લઇ સુધારા માટે
પહોચતા શાળામાં તાળા લાગેલા જોવા મળતા સનખડા ગામના દિપિતસિંહએ શાળાના બી એલ ઓ હિતેશભાઇને ફોન કરતા તેમણે
જણાવેલ કે અમે જમવા આવેલા છીએ, ટાઇમનું પુછતા તેવોએ સમયનો ખ્યાલ નથી તેવું જણાવેલ ત્યાર બાદ બપોરે સાડા ત્રણ
વાગ્યે મોટી સંખ્યામાં લોકો સનખડા પે.સેન્ટર શાળાએ ચુંટણી કર્ડ લઇ સુધારા માટે પહોચતા શાળાના ગેઇટ પર તાળા જોવા મળતા
ધક્કો ખાવાનો વારો આવ્યો હતો. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો મજુરી કામ છોડી ઘરે રહી અને ચુંટણી કાર્ડમાં સુધારા વધારા માટે
શાળાએ પહોચ્યા હોય પરંતુ શાળાએ તાળા અને એકપણ બીએલઓ જોવા ન મળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આથી તંત્ર
દ્રારા આ અંગે જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી ઉઠવા પામેલ..


