ઊનાના સનખડા ગામના બસસ્ટેશન પાસે મુખ્ય રસ્તા પરજ ગંદાપાણી ભરાતા ત્યાથી પસાર થતા સ્થાનિક લોકો, શાળાના
વિદ્યાર્થીઓ, વાહન ચાલકો, રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય રસ્તા પરજ પાણીના ખાબોચ્યા ભરાયેલ
હોય જેના કારણે વિદ્યાર્થીઓના કપડા પણ ખરાબ થતા હોય આ પાણીના ખાબોચ્યુ ભરાયેલ રહેતા ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ
વધતા સ્થાનિક લોકો અને બાળકોના આરોગ્ય પર ગંભીર જોખમ ઉભુ થવાની સંભાવના હોય જ્યારે રોડનું કામ ચાલતુ હતુ ત્યારે
સ્થાનિક લોકોએ અહી પાણી ભરાતુ હોવાની વાત કોન્ટ્રાક્ટરને કરેલ હોવા છતાં આ કામગીરી અંગે ગંભીરતાથી નહી લેવાતા હાલ આ
રસ્તા પર ગંદા પાણી ભરાતા સ્થાનિક લોકો અને બાળકો પર ગંભીર બિમારી થવાની સંભાવના હોય આ બાબતે ગ્રામ પંચાયત
પોતાની જવાબદારી બજાવતી ન હોય ત્યારે ગ્રામજનોને આ ગંદકી કિચડમાંથી પસાર થવુ પડે છે. આથી આ રસ્તા પર ગંદા પાણીની
સમસ્યાના કારણે તાત્કાલીક તંત્ર દ્રારા યોગ્ય કાર્યવાહી કરી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનો અને ગામના જાગૃત
નાગરીક દિપસિંહ ગોહીલે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી માંગ કરેલ છે.


