કોલલેટર ઇસ્યુ પહેલી તારીખે કરેલો જુનાગઢ પોસ્ટને 18 તારીખે આપેલા કારણ શું…
ઊનાના સામતેર ગામે રહેતા મેહુલભાઈ કાનજીભાઈ ગોઢાણીયા એક વર્ષના કોર્સ માટેનું ઇન્ટરવ્યૂ આપવા જવાનું હતું. જેમાં તેઓને
એપ્રેન્ટીશ લાઈનમેન નું ઇન્ટરવ્યૂ માટે તેઓને તા. 28 માર્ચ ના રોજ જુનાગઢ ખાતે ઇન્ટરવ્યૂ આપવા જવાનું હોય પરંતુ ઇન્ટરવ્યુનો
કોલલેટર તા. 30 ના દિવસે મળતા યુવાનને પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.. જોકે આ બાબતે તેઓએ રોજગારી કચેરી ગીર
સોમનાથમાં પહેલા અરજી કરી હતી. બાદમાં તેઓને ઇન્ટરવ્યૂ માટે બોલાવવાની રાહ જોઈને બેઠેલા યુવાને મહેનત પર પાણી ફરી
વળ્યું હતું. હાલમાં તેઓના પિતા સામતેર ગામમાં રૂ.2000 માં પટાવાળા તરીકે નોકરી કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. અને કાળી
મજૂરી કરી દિકરાને અભ્યાસ કરાવ્યો હોય જેથી પિતાને આશા હતી કે મારો દિકરો નોકરીએ લાગીજશે પરંતુ ઉનાના સામતેર ગામમાં
બે દિવસ મોડા કોલલેટર મળતા ચોકી જઇ અફસોસ વ્યક્ત કર્યો હતો. કે પિતા પુત્ર એ ઉના પોસ્ટ ઓફિસ પર જઈ અને માહિતી
મેળવતા જેમાં કોલલેટરમાં ઉલ્લેખ એક માર્ચનો છે પણ આ GETCo ખાતા એ તા. 18 માર્ચ એ જુનાગઢ પોસ્ટ ખાતે સાદી પોસ્ટ
કરી અને ઇન્ટરવ્યૂના કોલલેટર રવાના કરેલા હતા અને આ કોલલેટર સાદી પોસ્ટ હોવાના કારણે મોડા જ મળે છે જોકે આમાં કંપની
દ્રારા સ્પીડ પોસ્ટ કરવુ જરૂરી છે કારણકે બેરોજગારોને રોજગારી માટેના કોલલેટર સમયસર મળી રહે તેવું વિચારણા કરવી
જોઇએ જ્યારે સરકાર વાયદા કરે છે કે બેરોજગાર યુવાનોને રોજગારી આપવા માટે રોજગાર ખાતા અને પ્રાઇવેટ લિમિટેડ કંપનીના
કરાર હોય છે. તો કોલલેટર મોડા મળતા યુવાનોમાં શંખાકુશંકા થાય છે.
જોકે જાણવા મળેલ હતું કે ઉના તાલુકામાં આવી રીતે અન્ય 3 થી 4 બેરોજગારો યુવાનોને મોડો લેટર મળ્યાનું જાણવા મળ્યુ છે. આ
માટે બેરોજગાર યુવાનો ઇન્ટરવ્યૂ માટેની આતુરતાની રાહ જોઈને બેઠેલા હતા. તેની મહેનત પર પાણી ફરી વળ્યું કે ફરી બોલાવશે.
તેવા પ્રશ્નો ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા બેરોજગાર યુવાનોમાં ચર્ચાનો વિષય બની ગયેલ છે. કે પછી આમાં GET CO કંપનીની
મિલી ભગત છે કે શું એ પણ ચર્ચાનો વિષય બન્યો હતો..
