ઊનાના સામતેર ગામમાં આવેલ કોવીડ સેન્ટરના નવા રૂમ બનાવવામાં આવેલ હોય આ કોવીડ રૂમોમાં સરકાર દ્રારા લાખો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. ત્યારે આ કામમાં કોન્ટ્રાક્ટર દ્રારા હલકી ગણવતાનું મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ગ્રામજનોમાં ઉઠવા પામેલ છે.
સામતેર પીએચસી સેન્ટરના કંપાઉન્ડમાં બની રહેલા કોવીડ સેન્ટરના દરવાજાનો મારબલ દિવાલ માંથી ઉખડી બહાર નિકળી ગયેલ હતો. આ અંગેની જાણ ગામના ઉપસરપંચને થતાં સ્થળ પર પહોચી ગયેલ અને કોવીડ રૂમના દરવાજામાં લગાડેલ મારબલને જોતા દિવાલ માંથી ઉખડી ગયાનું સામે આવતા આ કામ કોન્ટ્રાક્ટર દ્રારા હલકી ગુણવતાનું કામ કરેલ હોય અને મોટાપાયે ભ્રષ્ટાચાર આચરેલ હોવાનો આક્ષેપ કર્યો હતો. અગાઉ પણ કોવીડ સેન્ટરમાં હલકુ કામ કરેલ હોવાનો આક્ષેપ થતાજ કોન્ટ્રાક્ટર દ્રારા તાત્કાલીક મટીરીયલ બદલી આપેલ હતું. પરંતુ હાલ કોવીડ સેન્ટરના રૂમનું ઓપનીંગ થાઇ તે પહેલા ભ્રષ્ટાચાર બહાર આવી જતા કોન્ટ્રાક્ટર સામે ગ્રામજનોમાં રોષ ઉઠવા પામેલ છે..


