Gujarat

ઊનાની બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં આવતા ગ્રાહકો હેરાન પરેશાન….ગામડેથી આવતા બેંકના ગ્રાહકોને કલાકો સુધી રાહ જોવી પડે છે.

ઊનામાં કે વી સ્કુલની સામેના ભાગે આવેલ બેંક ઓફ બરોડાની મેઇન બ્રાન્ચમાં આવતા બેંકના ગ્રાહકો નજીકના ગ્રામ્ય વિસ્તારો
માંથી આવતા હોય છે. ત્યારે બેંકમાં સમયસર બેંકના કામકાજ ન થતા અને ગ્રાહકોને ધક્કા ખવડાવવામાં આવતા હોય જેના કારણે
ગ્રાહકો હેરાન પરેશાન બની ગયા છે. તેમજ બેંકમાં કામ કરતા કર્મચારીઓ દ્રારા ગ્રાહકો સાથે ઉધ્ધતભર્યો વ્યવહાર કરી પોતાની
મનમાની ચલાવી ગ્રાહકોને હેરાન પરેશાન કરતા ગ્રાહકોમાં આક્રોસ જોવા મળેલ હતો. જોકે વહેલી સવારથી ગ્રાહકો પોતાના
ગામડેથી બેંકમાંથી પૈસા જમા – ઉપાડ તેમજ પાસબુકમાં એન્ટ્રી કરવા માટે આવતા હોય છે ત્યારે ગ્રાહકોને કલાકો સુધી રાહ જોવી
પડે છે. જેના કારણે ગામડેથી આવતા લોકોનો સમય બરબાદ થતો હોય અને બેંકમાં સ્ટાફની પણ ઘટ હોવાનું જાણવા મળેલ આથી
શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માંથી આવતા બેંકના ગ્રાહકોને થતી હેરાનગતીના કારણે બેંકના જવાબદારો સામે અનેક સવાલો
ઉઠવા પામેલ છે. જેથી ગ્રાહકોની સુવિધાને બદલે દુવિધા મળતા ભારે આક્રોશ વ્યક્ત કરેલ જોવા મળેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *