ઉના તાલુકા કેળવણી મંડળ સંચાલિત મહિલા આર્ટસ કોલેજમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થિની બહેનો માટે ચાર દિવસ સુધી વ્યક્તિત્વ વિકાસ અને યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં અનુસૂચિત જાતિની દિકરીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ શિબિરના સમાપન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જીલ્લા યુવા વિકાસ અધિકારી મકવાણા ઉપસ્થિત રહી દીકરી ઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવેલ હતું. શિબિરના યોગ કોચ કાજલબેન મજેઠીયા હતા. સમગ્ર શિબિરનું સંચાલન અને માર્ગદર્શન કોલેજના ફિઝિકલ ડાયરેક્ટર ડો.લલિત બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું…
