*ઓ.પી. કોહલીજીની સરળતા સદૈવ સ્મરણમાં રહેશે : ગુજરાતના પૂર્વ રાજ્યપાલશ્રી ઑમ પ્રકાશ કોહલીજીને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અંજલિ*
———————
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પૂર્વ રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ કોહલીજીના નિધન અંગે અત્યંત દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, સ્વર્ગસ્થ શ્રી ઓમ પ્રકાશ કોહલીજીની સરળતા અને દેશ પ્રત્યેનો સમર્પણ ભાવ સદાય સ્મરણમાં રહેશે.
શ્રી ઓમ પ્રકાશ કોહલીજી 37 વર્ષો સુધી હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજમાં વ્યાખ્યાતા રહ્યા હતા. તેમણે “રાષ્ટ્રીય સુરક્ષા કે મોરચે પર’ અને ‘શિક્ષા નીતિ ઔર ભક્તિકાલ કે સંતો કી સામાજિક ચેતના’ નામના પુસ્તકો પણ લખ્યા હતા. શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે પણ તેમનું યોગદાન અનન્ય રહ્યું છે. તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહ્યા છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ અંજલિ આપતાં કહ્યું કે, ઈશ્વર સદગત શ્રી ઓ. પી. કોહલીજીના આત્માને ચિર શાંતિ સાથે પોતાના ચરણોમાં સ્થાન આપે.
———————
