Gujarat

કચ્છ હનીટ્રેપના કેસમાં સામાજિક આગેવાન રમેશ જાેષીની ધરપકડ

કચ્છ
કચ્છમાં વેપારી અનંત તન્નાને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં સામાજિક આગેવાન રમેશ જાેષીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કેસના આરોપી રમેશ જાેષીને ભુજ ન્ઝ્રમ્ મુંબઇથી કચ્છ લાવી છે. કચ્છ લાવીને વધુ પૂછપરછ કરવામાં આવશે.આ સમગ્ર કેસની વિગત મુજબ ઓકટોબર ૨૦૨૨માં એક પ્રતિષ્ઠિત વેપારીને ફસાવીને ૧૦ કરોડની ખંડણી માગવામાં આવી હતી. આ કેસમાં વેપારીએ ૮ વ્યક્તિઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે હાલ પાંચ આરોપીની ધરપકડ કરી છે. ગાંધીધામના અંનત ઠક્કર નામના વેપારીના સંપર્કમાં વડોદરાની એક યુવતી આવી હતી. તેઓ એક હોટેલમાં મળ્યા હતા બાદમાં વેપારીની એ યુવતી સાથેની વીડિયો ક્લિપ બનાવીને તેને બ્લેક મેઈલ કરવામાં આવ્યો હતો. આ વીડિયો ક્લિપ જાહેર ના કરવા બદલ વેપારી પાસેથી ૧૦ કરોડની માગણી કરવામાં આવી હતી. આ કેસમાં જંયતી ભાનુશાળી હત્યા કેસના આરોપી જંયતી ઠક્કર ડુમરાનું પણ નામ આરોપી તરીકે સામે આવ્યું છે. કચ્છના હાઈપ્રોફાઈલ હની ટ્રેપ કેસમાં પોલીસે ૮ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી હતી. જેમાં જંયતી ઠક્કર ડુમરા, વિનય રેલોન, એડવોકેટ હરેશ કાંઠેચા, ખુશાલ ઠક્કર, મનીષ મહેતા, રમેશ જાેશી તથા શંભુ જાેશી તેમજ વડોદરા ની આશા ધોરીનો સમાવેશ થાય છે. જેમાં આરોપી આશા ધોરી સહિત અત્યાર સુધી પાંચ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ત્રણ લોકોની ધરપકડ હજુ બાકી છે. જેની પોલીસે તપાસ હાથ ધરી છે.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *