Gujarat

કચ્છના આદિપુરમાં ACમાં બ્લાસ્ટ થતાં યુવકનું મોત

કચ્છ
કચ્છના આદિપુરમાં છઝ્રમાં બ્લાસ્ટ થતાં એક યુવકનું મોત થયું છે. આદિપુરની વંદના સોસાયટીમાં આ કરુણ ઘટના બની છે. જેમાં આદિપુરની વંદના સોસાયટીમાં મકાનના રૂમમાં એસીમાં બ્લાસ્ટ થયો હતો. એસીમાં બ્લાસ્ટ થયા બાદ રૂમમાં આગ લાગી હતી. જેથી આગમાં ગંભીર રીતે દાઝી જતાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું. મહત્વનુ છે કે પ્રાથમિક રીતે જાેતાં શોર્ટ સર્કિટને કારણે આ ઘટના બની હતી. જાેકે આ ગંભીર ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. શોર્ટ સર્કિટના કારણે એસીમાં બ્લાસ્ટ થયો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. હાલ તો પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બનેલી આ છઝ્ર બ્લાસ્ટની ઘટનામાં લોકોએ પણ ચેતવાની જરૂર છે. કારણ કે તમારા ઘરમાં રહેલું છઝ્રનું જાે યોગ્ય સમારકામ નહીં થયું હોય અથવા વાયરિંગની યોગ્ય રીતે જાળવણી નહીં કરાઇ હોય તો આવા બનાવ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *