Gujarat

કઠલાલ ઉમિયા માતાજી નો ૩૧ મો પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલમાં આવેલ શ્રી ઉમિયા માતાજીના મંદિરે પાટોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક રીતે કરવામાં આવી.ઉમિયા માતાજીના ૩૧ માં પાટોત્સવ નિમિત્તે સમસ્ત કઠલાલ પાટીદાર સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઉમિયા માતાજીના મંદિરે યજ્ઞ,હોમ,હવન અને મહા આરતી જેવા ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.શાસ્ત્રોકત વિધિ અનુસાર ઉમિયા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી.આ ધાર્મિક પ્રસંગે સમસ્ત કઠલાલ પાટીદાર સમાજ ઉપસ્થિત રહી ઉમિયા માના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.ખૂબ જ સુંદર રીતે ઉમિયા માના પાટોત્સવનું આયોજન કઠલાલ ખાતે કરવામાં આવ્યું હતુ.

FB_IMG_1674787549011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *