મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ નગર માં આવેલ ખોડિયાર માતાજી ના મંદિર ખાતે ખોડિયાર જ્યંતી ની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી.મંદિર માં વહેલી સવારથી ભક્તો દર્શન કરવા માટે આવી પહોંચ્યો હતા.જ્યારે કઠલાલ નગર માં માતાજી ની શોભાયાત્રા પણ યોજાઈ હતી.ખોડીયાર માતાના મંદિર ને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો.ખોડિયાર જ્યંતી નિમિત્તે હવન તેમજ અન્ય ધાર્મિક કાર્યો કરવામાં આવ્યા હતા કઠલાલ નગર સહિત આસપાસ ના વિસ્તારના ભક્તો એ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.


