મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
હાલ જોવા જઈએ તો ઢોર ની અડફેટે કેટલાય લોકો એ જીવ ગુમાવ્યા તો કયાંક ગંભીર અકસ્માતો થવાની ઘટના ઓ પણ સામે આવી રહી છે .ત્યારે કઠલાલ નગર માં આવેલ ચોકસી બજાર જે સત્તત અવર જ્વર વાળો મુખ્ય બજાર કહી શકાય તેવા વિસ્તારમાં એકાએક બે આખલા આમને સામને આવી જતા બને વચ્ચે બંને વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધ જામ્યું હતું.આખરે દોડતા કુદતા .આખલાઓ શાક માર્કેટ રહીને બસ સ્ટેશન તરફ ગયા હતા.જેના કારણે આવતા જતા વાહન ચાલકોમાં અફરા-તફરી મચી જવા પામી હતી. વાહન ચાલકોએ આખલા યુદ્ધના કારણે પોતાના વાહનો મજબૂરીમાં થંભાવી દીધા હતા.તો બજાર માં પાર્ક કરેલ વાહનો ને પણ નુકશાન પહોંચ્યું હતું. તેમજ આખલાના યુદ્ધથી બજાર માં દુકાનદારો,વેપારીઓ અને સ્થાનિકો પણ ભયમાં મુકાયા હતા.અને બજારમાં આવતા નાગરિકો જીવ બચાવવા દુકાનમાં ઘુસી ગયા હતા.જોકે રાહત ની વાત એ હતી કે સમગ્ર બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.


