Gujarat

કઠલાલ ના પહાડ ખાતે કલેક્ટર અને ધારાસભ્ય ની ઉપસ્થિતીમાં રાત્રી સભા યોજાઈ.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકા ના પહાડ ગામ ખાતે જિલ્લા કલેકટર કે.એલ.બચાણી ની તેમજ ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા ની ઉપસ્થિતી માં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું.
અરજીઓનું સ્થળ પર નિકાલ કરવાના હેતુ થી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  લાભાર્થીઓને સાધન સામગ્રી સહાય,વિધવા સહાય તેમજ આંગણવાડી બાળકોને પોષ્ટીક કીટ નું વિતરણ સહિત ના કાર્યો કરવામાં આવ્યા આ ઉપરાંત પાણી અને ગટર લાઇન માટે ૧૫ માં નાણાપંચ માંથી ગ્રામપંચાયતને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો.
આ રાત્રી સભામાં કઠલાલ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ પરમાર,મામલતદાર ,તાલુકા વિકાસ અધિકારી,પહાડ ગામ સરપંચ જ્યંતીભાઈ બારૈયા,તલાટી શ્રી માળી તેમજ અધિકારી સહીત લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *