મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલના સામજિક કાર્યકર પ્રશાંતભાઈ ઠાકર ના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં દાતાઓ દ્વારા ૧૦૨ બોટલ નું રક્તદાન કરવામાં આવ્યું સાથે યુવાનો ને જન્મદિવસે પ્રોત્સાહિત કર્યા જેમાં ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા,મહિપતસિંહ ચૌહાણ,પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી,સરપંચ તખતસિંહ,મહિલા ઉપપ્રમુખ વિનાબા ઝાલા,જિલ્લા મંત્રી શીતલબેન ભટ્ટ,નગરપાલિકા પ્રમુખ રમીલાબેન તુલસીભાઈ થોરી,પૂર્વ પ્રમુખ પ્રશાંતભાઈ પટેલ સહિત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારે પોતાના જન્મદિવસ ના અવસરે પ્રશાંત ભાઈ ઠાકર ,કઠલાલ દ્વારા શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ મહિપતસિંહ ચૌહાણ ને રૂપિયા ૫૧,૦૦૦ નું યોગદાન,સિનિયર સિટીઝન ક્લબ ને ૨૧૦૦૦ નું યોગદાન તેમજ જય ભગવાન માનવ સેવા જીવદયા ગ્રુપ ને ૨૧,૦૦૦ નું યોગદાન,ભગવતી ચેરીટેબલ ટ્રસ્ટ ને બીજી શબવાહિની માટે ૨૧૦૦૦ નું યોગદાન,નજીક ની શાળાઓ ને ચોપડા,હિન્દુ ધર્મ સેના ને ૨૧”૦૦૦ નું યોગદાન આપી જન્મદિવસની ઉજવણી કરી હતી.