કઠલાલ ટ્રાફિક પોલીસ અને રોયલ એકેડેમી ના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને ટ્રાફિક બાબતે જાગૃત કરવા સેમિનાર યોજવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમમાં કઠલાલ ટ્રાફિક પોલીસ પરિવાર વતી વિદ્યાર્થીઓને ટ્રાફિક ના નિયમો બાબતે માહિતી આપવામાં આવી તેમજ પોતાના વાહનોને ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવાના હેતુસર શપથ ગ્રહણ કરાવવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનો સંચાલન રોયલ એકેડેમી ના નિયામક સૈફ ખોખરના માર્ગદર્શન હેઠળ કેમેસ્ટ્રી વિભાગના વડા વિજય પટેલ દ્વારા કરવામાં આવ્યું.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ


