સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલમાં સાયબર ક્લબ,એન.એસ.એસ વિભાગ અને કઠલાલ પોલીસ સ્ટેશન અને નડિયાદ સાયબર વિભાગ ના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાયબર જન જાગૃતિ વ્યાખ્યાન નું આયોજન.
સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલ જી-ખેડા ખાતે કોલેજ ના દાયબર ક્લબ, એન એસ.એસ વિભાગ અને કઠલાલ પોલીસ સ્ટેશન અને નડિયાદ સાયબર વિભાગ ના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાયબર જન જાગૃતિ વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકમ ની શરુઆત પ્રાથના થી કરવામાં આવી હતી. કાર્યકમ ની શરુઆત માં શબ્દો દ્ધારા મહેમાનો નું સ્વાગત સાયબર ક્લબ ના કો-ઓડીનેત્તર ડો. વૈભવ બી બરોડીયા દ્ધારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ માં સ્વાગત પ્રવચન કોલેજ ના ઉપાઆચાર્ય પ્રા. વૈશાલી મકવાણા દ્ધારા કરવામાં આવ્યું હતું.
સાયબર જન જાગૃતિ ના આ કાર્યક્રમમાં કઠલાલ પોલીસ સ્ટેશન પી.એસ.આઈ.કે.આર.ચૌધરી અને કાર્યક્રમ ના મુખ્ય વક્તા તરીકે નડિયાદ સાયબર સેલ ના ઇન્ચાર્જ એ.એસ.આઈ. કુલદીપ બારોટ સહિત તેમની ટીમ હાજર રહી હતી.
નડિયાદ સાયબર સેલ ના ઇન્ચાર્જ એ.એસ.આઈ કુલદીપ બારોટે આજના સાયબર જન જાગૃતિ વ્યાખ્યાન માં આ વિષય પર વિદ્યાર્થીઓને આત્મીય શેલીમાં સાયબર ક્રાઇમ અંગે ખુબ જ સરસ અને રસપૂર્વક માહિતી આપી હતી અને જો કોઇપણ સાથે સાયબર ક્રાઇમ થાય તો ૧૯૩૦ પર કોલ કરી ને કેવી રીતે મદદ માંગવી તે અંગે પણ વિદ્યાર્થીઓને ખુબ જ સરસ રીતે સમજ આપી હતી.
સાયબર જન જાગૃતિ ના આ કાર્યક્રમ માં આભારવિધિ એન.એસ.એસ.વિભાગ ના કો-ઓડીનેત્તર પ્રા.પરેશ પટેલ દ્ધારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ નું સફળ આયોજન કોલેજ ના સાયબર ક્લબ અને એન.એસ.એસ. વિભાગ દ્ધારા કરવામાં આવ્યું હતું. કોલેજ ના સર્વે સ્ટાફ મિત્રો એ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. આ સાયબર જન જાગૃતિ કાર્યક્રમ માં કોલેજ ના ૨૮૬ કરતા વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.


