મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ સહિત પંથકમાં મસ્જિદમાં અને ઈદગાહ માં મુસ્લિમ બિરાદરો દ્વારા વહેલી સવારે ઈદ ની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી.
જ્યારે આ દિવસે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઇદની મુબારકબાદી પણ પાઠવી હતી. સવારથી જ વોટ્સએપ, એસ.એમ.એસ. અને ટેલફિોન દ્વારા પણ ઈદ-મુબારકબાદી પાઠવવામાં આવી હતી. જ્યારે નાના બાળકોને ‘ઇદી’ પણ આપવામાં આવી હતી અને મહેમાનોનું સ્વાગત પણ ‘શિર-ખુર્મા’થી કરવામાં આવ્યું હતું.-ઉલ-ફિત્ર(રમજાન ઇદ)નો તહેવાર પ્રેમ-ભાઇચારાનો સંદેશો આપે છે. આ દિવસે સહુ કોઇ અમીર-ગરીબ બધા જ ભેદભાવ ભૂલીને એકબીજાને ગળે મળ્યા હતા. સાથે જ આ દિવસે વિશેષ નમાજ અદા કરાઇ હતી અને દેશભરમાં બધા જ નાગરિકો સુખ-શાંતિથી રહે અને બધાની પ્રગતિ થાય તે માટે પણ દુઆ કરવામાં આવી હતી. આ દિવસે મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રોમાં સજજ થઇ એકબીજાના ઘરે જઈ ઈદની મુબારકબાદી પાઠવી હતી.જ્યારે દરગાહ અને કબ્રસ્તાનમાં જઇ ચાદર અને ફૂલો ચઢાવી દુઆઓ કરવામાં આવી.

