મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના પીઠાઇ ગામ પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂ કઠલાલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
કઠલાલ પી.એસ.આઈ.એસ.બી.દેસાઈ અને તેમની ટિમ દ્વારા કઠલાલ ના પીઠાઇ સીમવિસ્તારના ટોલ પ્લાઝા થી ગામ તરફ જતા રોડ પર વિદેશી દારૂ સહિત ચાર ઈસમો ને ઝડપી પાડ્યા છે.એક આઈશર અને પિકઅપ ડાલા માંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશીદારૂની નાની મોટી બોટલો મળી કુલ્લે ૧૩૯૩૨ બોટલો તથા બીયરના ૫૦૦ મી.લી ના કુલ ૩૯૩૬ ટીન મળી કુલ્ ૩૨,૯૫,૨૦૦/- તથા આઇશર ગાડી કિ.રૂ. ૩,૦૦,૦૦૦ તથા પીક ડાલું કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૩ કુલ્લે કિ.રૂ.૬,૦૦૦/- મળી કુલ્લે રૂ. ૩૮,૦૧,૨૦૦/- નો પોહી મુદ્દામાલ સાથે ચાર ઈસમોને સોમેન્દ્ર સિંગ ઉર્ફે શિવા દેવેન્દ્ર સિંગ ગિતમસિંગ રાજપૂત રહેવાસી ઉત્તરપ્રદેશ તેમજ અજિતસિંગ રામનારાયણ ઠાકુર,મુકેશસિંગ ગીતમસિંગ રાજપૂત અને બ્રિજ મોહન ઉર્ફે કલ્લાસિંગ રાજપૂત ત્રણેય રહેવાસી રાજસ્થાનના ઓને ઝડપી પાડ્યા હતા જ્યારે કઠલાલ પોલીસે નો ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.


