મકસુદ કારીગર,કઠલાલ
પ્રાપ્ત માહિતી અનુસાર વિનુભાઇ કાભયભાઈ વણકર ઉ.વ ૪૫ હાલ રહે. મારવાડીનગર કઠલાલ તા.કઠલાલ જી.ખેડા મુળ રહે કરોલી તા.મહેમદાવાદ નાઓનું કોઈ અગમ્ય કારણસર
કઠલાલ તાલુકાના ભાનેર સીમમાંથી પસાર થતી નહેરના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.ત્યારે તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે કઠલાલ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.જે અંગે મૃતકના સગા સુધાબેન વણકરની ફરિયાદના આધારે કઠલાલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરાઈ છે.