Gujarat

કડીમાં પિતાએ ‘તમે મને કેમ સાથે નથી રાખતા’ કહેતા જ ત્રણેય પુત્રો ધોકા લાકડી વડે માર માર્યો

કડી
કડી તાલુકાના કલ્યાણપુરા સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતા ત્રણ સગા ભાઈઓએ પોતાના પિતા ઉપર જ લાકડીઓ તેમજ ધોકા વડે હુમલો કરાવતા આધેડ પિતાને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાવલુ પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી. સાણંદ તાલુકાના ખોરજ ગામે રહેતા ફુલા વાઘરી ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. તે તેમના ત્રણ દીકરાથી અલગ રહે છે. તેઓ કલ્યાણપુરા ગામે રામાભાઇના ખેતરમાં રહે છે અને ખેત મજૂરી કરે છે. ફુલાભાઈ કલ્યાણપુરા ગામે તેમના દીકરાના ઘરે આવ્યા હતા. તેમણે તેમના દીકરા કાળુ, દિનેશ અને મંગાને કહ્યું હતું કે, તમે લોકો મને તમારી સાથે કેમ રાખતા નથી અને સેવાચાકરી કેમ નથી કરતા. પિતાએ આમ કહ્યુંને તરત જ ત્રણેય પુત્રો તૂટી પડ્યા હતા અને ગાળા ગાળી કરવા લાગ્યા હતા. પુત્રોએ પોતાના પિતાને જ લાકડી તેમજ ધોકા વડે હુમલો કરાવતા ખેતરમાં રહેલા આજુબાજુના લોકો આવી પહોંચ્યા હતા અને આધેડ પિતાને બચાવ્યા હતા. તેમને ખાનગી વાહનમાં કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાવલુ પોલીસે ત્રણેય સંતાનો ઉપર ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *