તસ્વીર અહેવાલ : નિસાર શેખ , મહુધા
સમાજ સુરક્ષા કચેરી નડિયાદ દ્વારા પ્રોબીશનલ અધિકારીએ કપડવંજ અને મહુધા ખાતે દિવ્યાંગો ચાલતા ઉદ્યોગ સાહસિક તાલીમ કેન્દ્રો ની મુલાકાત લીધી
સમાજ સુરક્ષા અને દિવ્યાંગ નાણાં અને આર્થિક વિકાસ નિગમ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત રૂરલ ડેવલપમેન્ટ અને રિસર્ચ સેન્ટર અમદાવાદ નાં સહયોગથી આંત્રોલી , કપડવંજ અને મહુધા ખાતે દિવ્યાંગો માટે ચાલતા ઉદ્યોગ સાહસિક તાલીમ કેન્દ્રો ની મુલાકાત લીધી જેમાં સમાજ પ્રોબીશનલ અધિકારી શ્રી એચ.એમ.વ્હોરા દ્વારા ઉદ્યોગ સાહસિક બનવા માંગતા દિવ્યાંગો ને માર્ગદર્શન તેમજ સરકારની જુદી જુદી યોજનાઓની માહિતી પૂરી પાડી હતી અને EDII દ્વારા ચાલતાં દિવ્યાંગો નાં વર્ગની જાણકારી આપી સંસ્થાની કામગીરી બિરદાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર શ્રી રજનીકાંત શ્રીમાળી અને તિલક પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું


