જાહેર જનતાને જણાવવામાં આવે છે કે મોજે.કપડવંજ તા.કપડવંજના સી.સ.નં.૪૮૨૦માં આવેલ તાલુકા સેવા સદન કપડવંજના પાછળના ભાગે આવેલ જગ્યાએ પાર્કિંગ શેડ તથા વાહનોના પાર્કિંગ માટે ઉપયોગમાં લેવા આ જગ્યા સમતળ કરવાની હોવાથી તેમા આવેલ નડતરરૂપ વૃક્ષો જેવા કે નીલગીરી-૬,અરડુસો-૧ એમ કુલ-૭ નંગ ઝાડોનો જાહેર હરાજીથી નિકાલ કરવાનો છે. જેની જાહેર હરાજી તા.૦૨/૦૬/૨૦૨૩ ને શુકવાર ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ઉપરોકત સ્થળ ખાતે રાખવામાં આવેલ છે તો રસ ઘરાવતા ઇસમોએ ભાગ લેવા જણાવાયુ છે. હરાજીમાં ભાગ લેનાર દરેક ઇસમે હરાજીના સમય પહેલા રૂ।.૧૦,૦૦૦/- ડીપોઝીટની રકમ ફરજીયાત ભરવાની રહેશે. ડીપોઝીટ ભરનાર ઇસમ જ હરાજીમાં ભાગ લઇ શકશે. હરાજીની અન્ય શરતો હરાજી વખતે સ્થળ ઉપર વાંચી સંભળાવવામાં આવશે એમ મામલતદાર કપડવંજ દ્વારા જણાવવામાં આવે છે.
