Gujarat

કલેકટરશ્રી કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને તા.૨૨/૦૬/૨૦૨૩ના રોજ  જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

જિલ્લા સ્વાગત કાર્યક્રમ માટે તા.૧૦/૦૬/૨૦૨૩ સુધીમાં કલેકટર કચેરી ખાતે અરજી કરવાની રહેશે
***
ગુજરાત સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે જિલ્લા કક્ષાનો લોક ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨/૦૬/૨૦૨૩ને ગુરૂવારના રોજ સવારના ૧૦:૩૦ ક્લાકે કલેકટરશ્રી, ખેડા- નડિયાદના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી, મિટીંગ હોલ, નડિયાદ ખાતે યોજાનાર છે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની અરજીઓ તા.૧૦/૦૬/૨૦૨૩ સુધીમાં અત્રેની કચેરીને ત્રણ નકલમાં, સુવાચ્ય અક્ષરોમાં એ/૪ કાગળ ઉપર કરવાની રહેશે. તા.૧૦/૦૬/ ર૦ર૩ પછીથી મળેલ અરજીઓ આ મહીનાના લોક ફરીયાદ કાર્યક્રમમાં ચર્ચા માટે લેવામાં આવશે નહિ.
અરજદારે પ્રશ્નની રજુઆત સંબંધિત કચેરીને કરેલ હોવી જોઈએ તેમજ પ્રશ્નની રજુઆત સબંધિત તાલુકા કક્ષાએ “તાલુકા સ્વાગત કાર્યક્રમ”માં કરેલ હોવી જોઈએ. અને જો ત્યાંથી પડતર હોય તેવા પ્રશ્ન તેમજ જિલ્લા કક્ષાનો પ્રશ્ન હોય, તેવી આધાર-પુરાવા સહિત કરેલ રજુઆત જિલ્લા લોક ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. અરજદારનો પોતાનો પ્રશ્ન હોવો જોઈએ બીજાનો પ્રશ્ન રજુ કરી શકશે નહી. તેમજ એક જ વિષયની એક અરજી સ્વીકારવામાં આવશે. અરજદારે અરજીના મથાળે “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” ખાસ લખવાનું રહેશે. લોક ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં કોઈપણ અરજદાર એકથી વધુ પ્રશ્નો પૂછી શકશે નહી. તેમજ અરજદાર પોતાનું પુરૂ નામ, સરનામું, મોબાઈલ નંબર ફરજિયાત પણે દર્શાવી સહી સાથે અરજી કરવાની રહેશે. નામ, સરનામા તથા સહી વગરની તેમજ વ્યક્તિગત આક્ષેપો વાળી અરજી તથા પોસ્ટકાર્ડ કે આંતરદેશીય પત્રો વિગેરે ઉપર કરેલ અરજીનો સમાવેશ કરવામાં આવશે નહી.
આ કાર્યક્રમમાં ન્યાયીક તુલ્ય બાબતો, નીતિવિષયક, સેવા વિષયક, કોર્ટ મેટર, સ્ટે (મનાઈ હુક્મ), અપીલો, માહિતી અધિકાર અધિનિંયમ, આકારણીને લગતા પ્રશ્નો તેમજ નોકરી, પેન્શન, રહેમરાહે નોકરીને લગતી બાબતનો સમાવેશ કરવામાં આવશે નહી. જેની નોંધ લેવા જનસંપર્ક અધિકારી શ્રી ખેડા-નડિયાદ દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *