જૂનાગઢ જિલ્લામાં બેટી બચાવો, બેટી પઢાવો યોજના હેઠળની થયેલ કામગીરીની કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં સમીક્ષા કરવામાં આવશે.
કલેકટર કચેરી ખાતે તા.૨૪-૫-૨૦૨૩ના રોજ બેટી બચાવો, બેટી પઢાવો યોજના હેઠળની જિલ્લા ટાસ્ક ફોર્સની સમિતિની મળનાર આ બેઠકમાં ઓક્ટોબર-૨૦૨૧થી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન થયેલ નાણાકીય તથા ભૌતિક કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. જેમાં શિક્ષણ, આરોગ્ય સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
